સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

ગીતશાસ્ત્ર 93

આ અધ્યાય આમાં આવે છે: Boek IV

1યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે; યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે. ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે. 2તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે; તમે અનાદિકાળથી છો. 3હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે; તેઓએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે; પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે. 4ઘણા પાણીઓના ખળખળાટ કરતાં, સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે. 5તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે; હે યહોવાહ, સર્વકાળ પવિત્રતા તમારા ઘરને શોભે છે.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.