સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

ગીતશાસ્ત્ર 140

આ અધ્યાય આમાં આવે છે: Boek V

1હે યહોવાહ, દુષ્ટ માણસોથી મને છોડાવો; જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો. 2તેઓ પોતાની દુષ્ટ યોજનાઓ ઘડે છે; તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે. 3તેઓએ પોતાની જીભ સાપના જેવી તીક્ષ્ણ બનાવી છે; તેઓની જીભની નીચે નાગનું વિષ છે. સેલાહ 4હે યહોવાહ, દુષ્ટોના હાથમાંથી મને બચાવો; જેઓએ મને નુકસાન પહોંચાડવાની યોજના કરી છે; એવા જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો. 5ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. સેલાહ 6મેં યહોવાહને કહ્યું, “તમે મારા ઈશ્વર છો; મારી આજીજી સાંભળો.” 7હે યહોવાહ, મારા પ્રભુ, તમે મારા ઉદ્ધારના સામર્થ્ય છો; યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો. 8હે યહોવાહ, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો; તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ. સેલાહ 9મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે; તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો. 10ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો; તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે; એવા ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે કે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.” 11ખોટું બોલનારાઓને પૃથ્વીમાં રહેવા દેશો નહિ; જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ પડી રહેશે. 12હું જાણું છું કે યહોવાહ તો દુઃખીની દાદ સાંભળશે અને ગરીબોનો હક જાળવશે. 13નિશ્ચે ન્યાયી માણસ યહોવાહના નામનો આભાર માનશે; યથાર્થ મનુષ્યો તમારી સમક્ષતામાં જીવશે.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.