સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

ગીતશાસ્ત્ર 127

આ અધ્યાય આમાં આવે છે: Boek V

1જો યહોવાહ ઘર ન બાંધે તો, તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે. 2તમારું વહેલું ઊઠવું, અને મોડું સૂવું, અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે યહોવાહ પોતાના વહાલાઓને ઊંઘમાં આપે છે. 3જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે. 4યુવાવસ્થામાંના પુત્રો બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે. 5જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.