સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

ગીતશાસ્ત્ર 137

આ અધ્યાય આમાં આવે છે: Boek V

1અમે બાબિલની નદીઓને કિનારે બેઠા અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું, ત્યારે અમે રડ્યા. 2ત્યાંનાં વૃક્ષો પર અમે અમારી સિતારો લટકાવી દીધી. 3અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે, “સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.” 4પણ આ વિદેશી ભૂમિ પર અમે યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ? 5હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં, તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય. 6જો હું તારા વિષે વિચાર ન કરું, મારા મુખ્ય આનંદ કરતાં જો હું યરુશાલેમને શ્રેષ્ઠ ન માનતો હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય. 7હે યહોવાહ, અદોમીઓએ જે કર્યું તે સંભારો, કેમ કે તેઓએ કહ્યું કે, યરુશાલેમને પાડી નાખો, તેઓએ કહ્યું, “તેના પાયાઓને, ઉખેડી નાખો, ઉખેડી નાખો.” 8હે નાશ પામનારી બાબિલની દીકરી, તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે કરે તે આશીર્વાદિત છે. 9જે કોઈ તારાં નાના બાળકોને ખડક પર પછાડે તે આશીર્વાદિત છે.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.