સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

ગીતશાસ્ત્ર 124

આ અધ્યાય આમાં આવે છે: Boek V

1હવે ઇઝરાયલ એમ કહો, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,” 2જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત, 3તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત. 4પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત. 5તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.” 6યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ. 7જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ. 8આકાશ અને પૃથ્વીના સર્જનહાર, યહોવાહ અમારા મદદગાર છે.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.