સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

ગીતશાસ્ત્ર 82

આ અધ્યાય આમાં આવે છે: Boek III

1ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે. 2તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો? અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? સેલાહ. 3ગરીબ તથા અનાથનો ન્યાય કરો; દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો. 4ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો. 5તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે. 6મેં કહ્યું કે, “તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો. 7તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો અને રાજકુમારની જેમ પડશો.” 8હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.