સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

ગીતશાસ્ત્ર 128

આ અધ્યાય આમાં આવે છે: Boek V

1જે યહોવાહને માન આપે છે અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે. 2તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ; તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે. 3તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે. 4હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે તે આશીર્વાદિત થશે. 5યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે. 6તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.