સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

ગીતશાસ્ત્ર 121

આ અધ્યાય આમાં આવે છે: Boek V

1હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ. મને ક્યાંથી સહાય મળે? 2જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે. 3તે તારા પગને ડગવા દેશે નહિ; જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ. 4જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી. 5યહોવાહ તારા રક્ષક છે; યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે. 6દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને નુકસાન પહોંચાડશે નહિ. 7સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે. 8હમણાંથી તે સર્વકાળ માટે તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

Statenvertaling (1637) · World English Bible (2000) · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન (2019): © 2019 Bridge Connectivity Solutions, bridgeconn.com, via eBible.org. CC BY-SA 4.0; notes and headings omitted. · સ્રોતો અને લાઇસન્સ

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.