સીધા સામગ્રી પર જાઓ
બીટા

દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.

અયૂબ 30

આ અધ્યાય આમાં આવે છે: Gesprekken met de vrienden

1પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે જેઓના પિતાઓને હું મારા ટોળાંના કૂતરાઓની હરોળમાં પણ ન રાખું તેટલા નીચા ગણતો, તેઓ આજે મારી હાંસી કરે છે. 2હા, જે માણસોનું બળ નાશ પામ્યું છે તેઓના બાહુબળથી મને શો લાભ થાય? 3દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયા છે; ઉજ્જડ તથા વેરાન જગ્યાના અંધકારમાં તેઓ અરણ્યની સૂકી ધૂળ ખાય છે. 4તેઓ રણમાં ખારી ભાજી ચૂંટી કાઢે છે અને રોતેમ વૃક્ષનાં મૂળિયાં ખાય છે. 5તેઓને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ચોરની જેમ લોકો તેઓની પાછળ ચીસો પાડે છે. 6તેઓ ખીણમાં, ખડકોમાં, ગુફાઓમાં, અને ખાડાઓમાં પડી રહે છે. 7તેઓ પશુની જેમ ઝાડીઓમાં બરાડા પાડે છે; તેઓ ઝાડ નીચે સમૂહમાં ભેગા થાય છે. 8તેઓ મૂર્ખોનાં સંતાનો હા, અધમ પુરુષોનાં સંતાનો છે. દેશમાંથી તેઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. 9હવે તે માણસો મારી મશ્કરી કરે છે. હું તેઓ મધ્યે કહેવતરૂપ બન્યો છું. 10તેઓ મારા પ્રત્યે ઘૃણા કરે છે અને મારી પાસે આવતા નથી. મારા મોં પર થૂંકતાં પણ તેઓ અચકાતા નથી. 11કેમ કે ઈશ્વરે પોતાની દોરી છોડીને મને દુઃખી કર્યો છે. અને લોકોએ મારી સામું પોતાનો બધો અંકુશ ગુમાવ્યો છે. 12મારી જમણી બાજુએ હુલ્લડખોરો ઊઠે છે; તેઓ મને દૂર હાંકી કાઢે છે અને મારો નાશ કરવા તેઓ ઘેરો નાખે છે. 13તેઓ રસ્તા તોડી નાખે છે જેથી હું ભાગી ન શકું. મારો નાશ કરવામાં તેઓ સફળ થયા છે. તેઓને કોઈની મદદની જરૂર નથી. 14તેઓ દીવાલમાં બાકોરું પાડે છે. તેઓ તેની આરપાર ધસી જાય છે અને પથ્થરો મારી પર પડે છે. 15મારા માથે વિનાશ આવી પડ્યો છે. તેઓ પવનની જેમ મારા સ્વમાનને ઘસડી લઈ જાય છે. મારી આબાદી વાદળોની જેમ લોપ ગઈ છે. 16હવે મારું જીવન લગભગ ખતમ થઈ ગયું છે ઘણાં દુ:ખોના દિવસોએ મને ઘેરી લીધો છે. 17રાત્રી દરમ્યાન મારાં હાડકાંઓને પીડા થાય છે, પીડા મને સતાવવાનું છોડતી નથી. 18મારા અતિ મંદવાડને કારણે મારાં વસ્ત્રો વેરવિખેર થઈ ગયાં છે. મારા વસ્ત્રના ગળાની પટ્ટી માફક તેઓએ મને ટૂંપો દીધો છે. 19ઈશ્વરે મને કાદવમાં ફેંકી દીધો છે. હવે હું ધૂળ તથા રાખ જેવો બની ગયો છું. 20ઓ ઈશ્વર હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી. હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી. 21તમે મારા પ્રત્યે નિષ્ઠુર થઈ ગયા છો. તમે તમારી શક્તિનો ઉપયોગ મને ઈજા પહોંચાડવામાં કરો છો. 22તમે મને વાયુમાં ઊંચો કરો છો તમે મને તેની પર સવારી કરાવો છો; તમે મને હવાના તોફાનમાં વાદળાની જેમ પિગળાવી નાખો છો. 23હું જાણું છું કે તમે મને મૃત્યુમાં, એટલે સર્વ સજીવોને માટે નિશ્ચિત કરેલા ઘરમાં લઈ જશો. 24મુશ્કેલીમાં આવી પડેલો માણસ હાથ લાંબો નહિ કરે? તેની પડતીમાં તે મદદને માટે કાલાવાલા નહિ કરે? 25શું દુ:ખી માનવીઓ માટે મેં આંસુ સાર્યાં નથી? કંગાલો માટે મારું હૃદય શું રડી ઊઠયું નથી? 26મેં ભલાઈની આશા રાખી હતી પણ દુષ્ટતા આવી પડી મેં પ્રકાશની આશા રાખી હતી પણ અંધારું આવી પડ્યું. 27મારું અંતર ઊકળે છે. દુ:ખનો અંત આવતો નથી. મારા પર વિપત્તિના દિવસો આવી પડ્યા છે. 28હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું, હું જાહેર સભામાં ઊભો રહીને મદદ માટે બૂમો પાડું છું. 29હું શિયાળોનો ભાઈ અને શાહમૃગોનો સાથી થયો છું. 30મારી ચામડી કાળી પડી ગઈ છે અને મારા શરીર પરથી ખરી પડી છે. ગરમીથી મારાં હાડકાં બળી જાય છે. 31તેથી મારી વીણામાંથી હવે વેદનાના સૂર નીકળે છે, મારી વાંસળીમાંથી હવે રુદનનો સ્વર સંભળાય છે.

કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.

વાંચન-આરામ

જે મદદરૂપ થાય તે પસંદ કરો. તમારી પસંદગી આ ઉપકરણ પર સચવાય છે.

લખાણનું કદ

તમારા ઉપકરણનાં પોતાનાં સેટિંગ્સ પસંદ છે (ઝૂમ, સ્ક્રીન રીડર, ડાર્ક મોડ)? તે અહીં પણ કામ કરે છે.